નવલી નવરાત્રી

આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ દિવસો એટલે "નવલી નવરાત્રી". નવરાત્રી પર્વ એટલે પાવનતા અને માતાજીના ચરણોમાં ભક્તિ વંદના. ન માત્ર ખેલૈયાઓ જ પણ ગુજરાતના લોકલાડીલા ગાયકો પણ નવદુર્ગાની ઉપાસના દરમિયાન 'ભક્તિ' અને 'શક્તિ' મય બની જાય છે.

Navali Navratri

નવલાં નોરતાં ને નવલી છે રાત

ગરબે ઘૂમે આજ ભવાની માત

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ

નવ નવ દેવીઓનાં દર્શનની રાત

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલે નોરતે ધબૂકિયાં રે ઢોલ

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ

કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ... આવ્યાં આવ્યાં...

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ

સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર

હોમ હવન ને ભક્તિના નાદ

માના દર્શને થયા સુખિયા રે લોલ... આવ્યાં આવ્યાં...

રમે રમે લાલ કુકડાની જોડ

ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે ગુલાલો ની છોળ

ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨)  ટહુકિયા મોરલા રે લોલ... આવ્યાં આવ્યાં...

ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ વરતે માને દીવડે રે લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ... ધબૂકિયાં રે ઢોલ (૨)

- રમેશ પટેલ(આકાશદીપ)

No comments:

The Law of ATTRACTION VISUALIZATION EMPOWERMENT